Posted by: Bagewafa | જાન્યુઆરી 26, 2009

ગઝલ શબ્દો ડર્યા હશે—મુહમ્મદઅલી વફા

ગઝલ

shabd

શબ્દો ડર્યા હશેમુહમ્મદઅલી વફા

ઓળા બધા રાતો તણા ખંધું હસ્યા હશે,

શ્વાનો ઘણા ઈર્ષા તણા જૂઠું ભસ્યા હશે.

 

થોડા થયા ઊંચા જરા કાતર  ત્યાં તો ફરી,

આ છોડવા બોંસાઇના   થોડા વધ્યા હશે.

 

બેસો નહીં રસ્તા ઉપર  ચડશો હડફેટમાં,

એ રીતના કૈં કેટલા માસૂમ મર્યા  હશે.

 

આ લાકડી અંધકારની જાણે  સર્પો  ફરે,

આ મૌનના જંગલ મહીં શબ્દો ડર્યા હશે.

 

પત્થર તણી  આ ચોટને એ ના શક્યા ખમી,

તેથીજતો  આ ફળ ઘણાં કાચાં ખર્યા હશે.


શર્મો હયાની ભીંત વચ્ચે આવી તી  વફા,

હોઠો ઉપર તો સર્વનાં નામો લખ્યાં હશે.

Advertisements

શ્રેણીઓ