Posted by: Bagewafa | જાન્યુઆરી 13, 2009

આંખનો દરબાર સૂનો થઇ ગયો**મુહમ્મદઅલી વફા

soono

આંખનો દરબાર સૂનો થઇ ગયો**મુહમ્મદઅલી વફા

 

પ્યારનો  વિસ્તાર સૂનો થઇ ગયો

 આંખનો દરબાર સૂનો થઇ ગયો

 

આગને કોઈ હવા દેતું નથી

દર્દનો અંગાર સૂનો થઇ  ગયો

 

 

જે મિલન અંગત હતાં તે પણ ગયાં

પ્રેમનો વ્યાપાર સૂનો થઇ ગયો

 

 

યાદ તારી જ્યારથી મેં છે ત્યજી

આ બધો સંસાર સૂનો થઇ ગયો

 

 

ને વફા એના તરફ બસ મીટ છે

ખોખરો વ્યહવાર સૂનો થઇ ગયો

 

 

 

 


શ્રેણીઓ

%d bloggers like this: