Posted by: Bagewafa | જાન્યુઆરી 7, 2009

રણકારના વફા_મુહમ્મદઅલી વફા

 

રણકારના વફા_મુહમ્મદઅલી વફા

parind 

જોને ગયાં પાનાં ફરી ઈકરારનાં વફા.
બીજી તરફ છે પાંદડા ઇનકારનાં વફા.

પાળી તમે કરશોય શું એવા પરીંદ ને,
ના હોય જેમાં પીંછ કોઈ પ્યારના વફા.

બોદા બધા યે ખંજરો ને,તીર થઇ જ્શે,
મળ્યાં અમોને બાવડાં રણકારના વફા.

પીળી હથેળી સૂર્યની પણ કયાં સુધી બળે,
ફરશે પછી સર્પો બધા અંધકારના વફા.

તારે અહીં મોતી બની વિંધાવવુ પડશે
છે આ ફટકિયા દોસતો પળવારનાં વફા.

આંખો અહીં ભીજાવવાની કોઇ પણ નથી,
આતો બધાં છે ઝાંઝવા વ્યહવારનાં વફા.

તું પણ વફાઆ વાહ થી ના ખેલતો કદી
એતો રમકડાં છે બધાં લાચારના વફા

                              પરીંદ=પક્ષી

Advertisements

Responses

  1. Vastviktanu sunder chitran..vah vafa saheb. pali tame karshoy shu…

  2. બોદા બધાયે ખંજરો ને તીર થઈ જશે….. વાહ. અદ્દભુત. મજા જ મજા. અભિનન્દન. – જલાલ મસ્તાન ‘જલાલ’ (અમદાવાદ)


શ્રેણીઓ