Posted by: Bagewafa | જાન્યુઆરી 5, 2009

થોડો સાથ આપો તો—અહમદ ફરાઝ(સદગત ઉર્દૂ કવિ)

saathchalo

થોડો સાથ આપો તોઅહમદ ફરાઝ(સદગત ઉર્દૂ કવિ)

કઠિન છે રાહ ગુઝર, થોડો સાથ આપો તો.

વિકટ છે ખૂબ સફર, થોડો સાથ આપો તો.

 

 

તમામ ઉમર  મળે  કયાં? સાથ કદી દિલબરનો

મને છે એય  ખબર, થોડો સાથ આપો તો

 

 

નશામાં ચૂર છું અને તુજને ય હોશ ક્યાં?

થશે ખૂશ દિલ અગર, થોડો સાથ આપો તો

 

.

ફકત આ રાતનું  મિલન પણ છે ઘણું આનંદિત

પછી કોને  રહે  ખબર, થોડો સાથ આપો તો

 

.

હજી પણ છે જિવંત દીપક માર્ગના સહુ

હજી છે દૂર સહર, થોડો સાથ આપો તો.

 

  

તવાફ અનંત પ્રિયતમ ના ઘરતણો કરશું

ફરાઝ થોડીક ડગર, થોડો સાથ આપો તો.

 

 (ઉર્દૂમાંથી અનુવાદ)

  રાહ ગુઝર=માર્ગ

તવાફ= ફેરા ફરવા,ચક્કર લગાવવા

Advertisements

Responses

  1. very nice Ahmads gazal everyone need thodo sath.


શ્રેણીઓ