Posted by: Bagewafa | ડિસેમ્બર 25, 2008

ગઝલ :કદી વિષના કટોરા—- મુહમ્મદઅલી વફા

paxi

કદી વિષના કટોરા—- મુહમ્મદઅલી વફા

ન જાણે દ્રશ્ય કેવું એ નજરમાં હોય છે

તમામ ઉમર મુસાફર તો સફરમાં હોય છે.

 

ન જાણે કેમ મીરાં ગટગટાવી ગઇ જુઓ

નશો શાયદ બને કડવા ઝહરમાં હોય છે

 

મઝા જે એમને અફવા મહીં બસ આવતી

મઝા એ કયાં ભલા સાચી ખબરમાં હોય છે.

 

 

કહો કોણ સમજાવે ઘાયલ પંખીને હવે

ઉડે ઇચ્છા  ગગન પર પગ કબરમાં હોય છે.

 

 

મળેછે કયાં હમેશા મદ ભરેલ નશો વફા

કદી વિષના કટોરા  એ અધરમાં હોય છે.

 

Advertisements

Responses

  1. મઝા જે એમને અફવા મહીં બસ આવતી

    મઝા એ કયાં ભલા સાચી ખબરમાં હોય છે.

    ઉતાવળ શીદ કરેછે ઓ ઉતાવળા પ્રાણ,
    ખરેખર તો મિઠાશ થોડા સબર માં હોયછે.

  2. ખુબ સરસ ગઝલ આભાર

  3. મઝા જે એમને અફવા મહીં બસ આવતી
    મઝા એ કયાં ભલા સાચી ખબરમાં હોય છે.

    Very good ghazal, Janab Muhammad Ali bhai

    Hanif Desai

  4. ન જાણે કેમ મીરાં ગટગટાવી ગઇ જુઓ

    નશો શાયદ બને કડવા ઝહરમાં હોય છે
    Nice thought Janab Wafa

    Siraj Patel “Paguthanvi”


શ્રેણીઓ