Posted by: Bagewafa | ડિસેમ્બર 25, 2008
ગઝલ:નિરવ ખંડેરના પડઘા—મુહમ્મદઅલી વફા

નિરવ ખંડેરના પડઘા—મુહમ્મદઅલી વફા
તમારા શબ્દના કાંટા હજી વર્ષો સુધી રે‘શે
મળેલા ઘાવ આ તાજા હજી વર્ષો સુધી રે‘શે
સુકાઈ ગઇ બિચારી ડાળ ચંપાનીય પતઝડમાં
દરદનાં ઝાંખળાં લાંબા હજી વર્ષો સુધી રે‘શે
તમારી યાદનાં પૂષ્પો બને સંકોળી લે જીવન
કથાના તાડ આ લાંબા હજી વર્ષો સુધી રે‘શે
સમયનો ભાર ઝીલીને થયા ખાંગા બધા કિલ્લા
નિરવ ખંડેરના પડઘા હજી વર્ષો સુધી રે‘શે
જડાયી પંચતારકમાં અમીરોની બધી ભૂખો
ગરીબીનાં વિકટ ફાકા હજી વર્ષો સુધી રે‘શે
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Shero shayri
આપના પ્રતિભાવ