તમે રોકાઇ ના શક્યા—-મુહમદઅલી વફા
અમારા આંસુઓ જોવા તમે રોકાઇ ના શક્યા
અમોને અલવિદા કે’વા તમે રોકાઇ ના શક્યા
બધા હાથો કરીઉંચા રડીઉઠ્યા દુઆઓમાં
દિલાસો પણ જરા દેવા તમે રોકાઇ ના શક્યા
બધા શોધે હવે તમને તમારા શબ્દ ચિત્રોમાં
મિલનનો રંગ પણ ભરવા તમે રોકાઇ ના શક્યા
તમે જર્સી તણી માટી ભરી લીધી વદનના પર
વતનની ધૂળને મળવા તમે રોકાઇ ના શક્યા
સદાયે ખીલશે ગુર્જર ગિરામાં કાવ્ય ના ફૂલો
ગઝલના સાગરે તરવા તમે રોકાઇ ના શક્યા
તમે કિત્તા બધા તોડી સિધાવી ક્યાં ગયા ‘આદિલ’
અમારૂં જામ કોતરવા તમે રોકાઇ ના શક્યા
જરા તૂટી જતાં શ્વાસો તણા આ તાંતણા નાજુક
‘વફા’ પાછું ફરી જોવા તમે રોકાઇ ના શક્યા
તમે જર્સી તણી માટી ભરી લીધી વદનના પર
વતનની ધૂળને મળવા તમે રોકાઇ ના શક્યા
Very well said Janab M.Wafa
It is in a very good context of Adil’s couplets
WATAN NI DHUL THI MATHU BHARI LEY ADIL…..
Fari Aa Dhul Umara Bhar Male na Male
Siraj atel “Paguthanvi”
By: siraj patel on ડિસેમ્બર 14, 2008
at 2:10 પી એમ(pm)
Dear Wafa,Very nice tribute to Adil mansuri.
By: dilip Gajjar on ડિસેમ્બર 13, 2008
at 5:22 પી એમ(pm)