Posted by: Bagewafa | ડિસેમ્બર 7, 2008

પધારો પધારો- મુહમ્મદઅલી વફા

agni 

પધારો પધારો- મુહમ્મદઅલી વફા

 

 

અમારો ના આરો ન કોઈ કિનારો

હવે ક્યાં રહ્યો છે ?કોઈ પણ  સહારો

 

હવે આશા ફૂલો તણી  કયાં કરોછો?

બધેબધથી  લૂટી તમે તો  બહારો

 

ગુલોની હો  ક્યારી, રણોના ઘરોંડા

અમારું નિમંત્રણ પધારો પધારો

.

 

હ્રદયનો આ  દીપક ચમકશે સદાયે

અમોને ના સમજો ખરેલો  સિતારો

 

વફા દિલનો અગ્નિ  હવે ક્યાં બુઝાશે?

સળગતો પડ્યો એક છાનો તિખારો.


Responses

  1. હ્રદયનો આ દીપક ચમકશે સદાયે!

    Best of luck.

    http://www.bpaindia.org
    http://www.yogaeast.net


શ્રેણીઓ

%d bloggers like this: