ભીંજાયને રડ્યાં- મુહમ્મદઅલી વફા
મહોબ્બતમાં ઘણી વેળા અમે ભીંજાયને રડ્યાં
ઘણી એવીય તક આવી અમે વીંટળાયને રડ્યાં
પહાડો દર્દના પણ પીગળે, આંસુ તણા ટીપે
કરી યાદો વતનની શામને ગુંગળાયને રડ્યાં
કદી રડ્યાં અમે સ્વજન તણી કબ્રો સમીપે જઇ
કદી તો એમની યાદો મહીં ધર્બાયને રડ્યાં
અમારા ચમનથી જ્યારે અમે છૂટા થયા ત્યારે
ચમનના ફૂલ કાંટાને અમે વિંટાયને રડયાં
સુકી થઇ છે બધી જોને નદી આ લાગણીઓની
અમે રડ્યાં સમંદર સમ બસ ઉભરાયને રડ્યાં
રડીલે ખુદપહાડો પણ નદીઓનો પિતા છેને
અમે પાષાણની ભીનાશમાં અઠડાયને રડ્યાં
રડે છે એમતો લોકો છતાં ભીની નથી આંખો
’વફા’ આ શૂષ્ક આંખોથી અમે શરમાયને રડ્યાં
આપના પ્રતિભાવ