Posted by: Bagewafa | ડિસેમ્બર 4, 2008

કોને કહું ?મુહમ્મદઅલી વફા

kahun

કોને કહું ?મુહમ્મદઅલી વફા

 

 

 

થીજવા આવી  વ્યથા  કોને કહું ?

આહ આ બળતી કથા કોને કહું ?

 

તેં પતંગાની કરી ફરિયાદ પણ

ખુદ  રહી  બળતી શમાં કોને કહું ?

 

ખીલવાદેને હજી એ છે  કળી

જોરથી ચાલે હવા  કોને કહું ?

 

એ બિચારો ઈશ્કનોજ  બિમાર છે

વિણ ચિકિત્સા લે દવા કોને કહું ?

 

મેં ગઝલમાં  દર્દ મારું  રેડયું

નાદથી  ગાજી સભા  કોને કહું ?

 

આયનામાં જોઇ લે તારી છબી

એ હવે નિરખે અદા કોને કહું ?

 

હોઠથી જે હું વદું  એ છે સહજ

કાળજે બળતી સદા  કોને કહું ?

 

કાન તો લઈને ફરેછે   માણસો

સાં ભળે ના હક  જબાં કોને કહું ?

 

ગાજર પિપૂડી વફા કયાં વાગશે?

કોણ દે હકની અજાં,  કોને કહું ?

અર્થ સંદર્ભ:

સદા=અવાજ,હક=સત્ય,અજાં=બાંગ,પૂકાર

 

Advertisements

શ્રેણીઓ