Posted by: Bagewafa | નવેમ્બર 29, 2008

ગઝલ:ગૌરવ બચાવો હવે..—મુહમ્મદઅલી વફા

bachao 

  

ગૌરવ બચાવો  હવે..મુહમ્મદઅલી વફા 

 

 

નફરત તણું વિષ ક્યાં તમે વાવો હવે

ગંગા બને તો પ્રેમની   લાવો હવે.

 

આ ખૂનની  હોળી હવે રોકો ભલા

ઇન્સાનિયતનું ગૌરવ બચાવો  હવે..

 

 

માનવ થશે.

 

 

 

સિંહ પણ થાશે ઘણા ,ને કોઇ તો રાવણ થશે

જો બધા  હેવાન હો, તો કોણ અહિ માણસ થશે ?

 

રાત નો અંધકાર જો વીંટી બધા ચાલે  અહીં

કોણ દીપક  અહિ બને ,ને કોણ અહિ ફાનસ થશે?

 

 

 

કેમ રગડોળો  તમે  માનવ તણા ઉદ્યાનને

જો બધા દાનવ થશે,   તો કોણ માનવ  થશે?

 

 

શોખ રણ વગડા થવાનો હોય કોને ભલે

કોઇ તો દરિયો થશે, ને કોક તો સાગર થશે.

 

ને વફા તું પણ હવે ડૂબતો ના વાદમાં

તું થશે જો વિષ અહિ તો, કોણ આ મારણ થશે?


Responses

 1. બહું જ સુંદર રજુઆત.

 2. આ ગઝલ ખુબ જ ગમી ગઈ. આજની ઘડીને અનુલક્ષીને આપે બહું જ સુંદર રજુઆત કરી છે.

  નફરત તણું વિષ ક્યાં તમે વાવો હવે
  ગંગા બને તો પ્રેમની લાવો હવે.
  ને વફા તું પણ હવે ડૂબતો ના વાદમાં
  તું થશે જો વિષ અહિ તો, કોણ આ મારણ થશે?.

 3. Wafa Saheb, Very meaningful message to current situation..Nahi varen ver shamnti..as buddha said in dhammapada !!! Dilip gajjar


શ્રેણીઓ

%d bloggers like this: