Posted by: Bagewafa | નવેમ્બર 22, 2008

વાંધો ખરો—મુહમ્મદઅલી વફા

 

vandho

વાંધો ખરો.મુહમ્મદઅલી વફા

ભેદ જો આ આપણો ભેદાય તો વાંધો ખરો.

ગામમાં જો વાત આ ફેલાય તો  વાંધો ખરો.

 

આમ તો  ચુપકીદગીનું ખોલ પહેરી ચાલશું

આંખ કોઈ દોસ્ત ની ભોંકાય તો વાંધો ખરો.

 

આ શરમનાં વાદળાં ઘેરી વળ્યાં છે  ચાંદ ને,

એ અમારે ઉંબરે શરમાય તો વાંધો ખરો

 

આ શરત તો આમ હું પ્રિયે મુકી શકતો નથી

ભર બજારે આ સબંધ ચર્ચાય તો વાંધો ખરો. 

 

આ બધો સંસાર જોને યા ખુદા પૂજે તને

તુજ વિણ અહીં અન્ય કો પૂજાયતો વાંધો ખરો

 

વેદના છે આપણી  ને આપણે   સહવી રહી

કાળજે એ કોઈના વિંધાય તો વાંધો ખરો

 

ખાનગીમાં આ ગઝલ વાંચે કોઈ તો ઠીક છે,

 વફા જાહેરમાં વંચાય તો વાંધો ખરો

.

વાંધો ખરો? રદીફને__  વાંધો ખરો.પૂર્ણ વિરામ સાથે તેમજ વાંધો ખરો ? પ્રશ્નાથ ચિન્હ સાથે વાંચવાથી અર્થ ભેદનું કૌતુક સર્જાશે.

 

 

Advertisements

Responses

  1. સુંદર યોજના !! સફળ.

    ધન્યવાદ.


શ્રેણીઓ