Posted by: Bagewafa | નવેમ્બર 18, 2008

દૂર કિનારો હોય છે—મુહમ્મદલી વફા

 

kinaro

    દૂર કિનારો હોય છેમુહમ્મદઅલી વફા

દૂર કયાં ખોવાયલો એ તો બિચારો હોય છે.

આભથી ખરતો રહે એતો સિતારો હોય છે.

 

પાન આ રાતા બધા  કેવાં   સુશોભિત થઇ ગયાં,

પાનખરના વેશમાં  બળતી બહારો  હોય છે.

 

લાગણી વરસી જશે  લઇને સફેદી હિમ તણી

શીતના આવેશનો    ઠંડો તિખારો હોય છે.

 

ઝાડ સહુ ઊભા ઉતારી બોજ વસ્ત્રોનો  જુઓ,

પાંદડાનાં  દર્દની ઉડતી  મઝારો   હોય છે.

 

આ જિવનનાં  કારવાંને    ચાલવાનું છે સતત,

મોત તો મંઝિલ નથી, એ તો ઉતારો હોય છે.

 

એ કિનારા  રાખતો  સાથે નદી ની જેમ કયાં,

દૂર દરિયાનો  વફા બસ દૂર કિનારો હોય છે.

 

એ કદી તૂટી જશે નિજનાજ બોજોથી વફા

જિંદગીના સેતુનો  એપણ નજારો  હોય છે

 

Advertisements

Responses

  1. Innalillahe wa inna ilaihe rajeun,
    aaje marhum aadilji na samachar thi ganuj dookh thayu,
    hu hal medical missio ma deputation par MACCA chun,
    Hu marhum AADILSAHEB na namno tawaf karish ne UMARAh pan karish, mara mate aa samay chhe ke MARHUM mate aatlu to karij shaku,
    ALLAH temne JANNAT naseeb kare.
    ane amone aa gam sahn karvani HIMMAT aape.
    AAMEEN.

  2. bahot khub wafa saheb, mot to manjil nathi e to utaro hoy chhe… in my view ,dur kyaak khovaayelo ..

  3. ZaaD sahu………………………………………….
    PaandaDaanaa Dardni Udati Mazaro hoy chhe

    &

    Aa jivan-naa karwan…………………………….
    Maut tau Manzil Nathee Ey tau Utaro hoy chhe

    if recited in Mushaira,I would say MUKARAR
    Siraj Patel “Paguthanvi

  4. વાહ,વફા સાહેબ,વાહ!
    બહુત ખૂબ!


શ્રેણીઓ