Posted by: Bagewafa | નવેમ્બર 2, 2008

ભટકે છે વણજારો****મુહમ્મ્દઅલી વફા

ભટકે છે વણજારો ****મુહમ્મ્દઅલી વફા

 

 આયખાનો  ભાર લઇ ભટકે છેવણજારો

એષણાનો તાર લઇ ભટકે છે વણજારો

 

આંખડીની ધાર લઇ ભટકે છે વણજારો

ને અધૂરો  પ્યાર લઇ ભટકે છે વણજારો 

 

 

   બાંધવા એને કશે નાં  મ્હેલો ને  કિલ્લા

સાથમાં ઘર બાર લઇ ભટકે છે વણજારો

 

આશનાં કૈં કેટલા ભર્યા છે ગાડાંઓ

ધૂળની જંજાળ લઇ ભટકે છે વણજારો

 

એ કદી ભટકી રહ્યો   રણમાં ને વગડામાં

દિન  પણ બે ચાર લઇ ભટકે છે વણજારો 

 

સાથમાં કુંબો બધો,  ઇચ્છાના જંગલો

શૂષ્ક ગુલનો હાર લઇ ભટકે છે  વણજારો 

 

આ થશું પેલું થશું , રાખી ઝાઝી વળગણો

કેટલી વણજાર લઇ ભટકે છે વણજારો  

 

મંઝિલોની શોધમાં  આખું જિવન વિતશે

આશનો અણસાર લઇ ભટકે છે વણજારો 

 

ક્યાં કદી એણે ઉગામી કોઈના સામે

મ્યાનમાં તલવાર લઇ ભટકે છે વણજારો 

 

છે ધરાની કોપથારી ,છપ્પર આભનું

ઉંટ પર લઇ દ્વાર ભટકે છે વણજારો 

 

આપણે પણ જો  વફા ભટકી રહ્યાં છે  અહિ

 દિલ મહીં બસ ખાર લઇ ભટકે છે વણજારો 

 

 

Advertisements

Responses

  1. “Tara Gaamamaa”
    Very impressive creation. Couple of couplets have very deep meaning. Abhinandan.

    Siraj Patel “Paguthanvi” Bolton UK

  2. સાથમાં કુંબો બધો, ઇચ્છાના જંગલો

    શૂષ્ક ગુલનો હાર લઇ ભટકે છે વણજારો

    ઉત્તમ … અતી ઉત્તમ …

    Really enjoyed it.. Keep writing…..

    – Siraj thakor


શ્રેણીઓ