Posted by: Bagewafa | ઓક્ટોબર 27, 2008

તારા ગામમાં- મુહમ્મદઅલી વફા

તારા ગામમાં- મુહમ્મદઅલી વફા

લાગણીઓ કેટલી પીંખાય તારા ગામમાં

પ્રેમના કૈં કાફલા  લૂંટાય તારા  ગામમાં

  

 

એ ગયો તારું નગર છોડી બયાબાં જંગલે

તો છતાં પણ એ હજી ચર્ચાય તારા ગામમાં

 

આંખ સહુ તાક્યા  કરેછે  બારણા ને બારીએ

ઓળખાણો પણ સતત કચડાય તારા ગામમાં

 

આગ જે પ્રજળી રહી ચારો તરફ એ દોસ્ત

આગ ના તણખા બધા રોપાય તારા ગામમાં

 

શું નથી થાતું હવે તુજ ગામમાં એ તો  કહે

રક્ત ની કૈં ગાગરો છલકાય તારા ગામમાં

 

તું વફા બસ યાચના  વિણ શું કરી શકશે અહીં?

કૈં ખુદાની મ્હેર બસ થઇ જાય તારા ગામમાં

Advertisements

Responses

  1. very.. good
    તારા ગામમાં
    એક સુંદર ગઝલ ની રજુઆત કરી છે
    keep it up
    laage raho
    Bahot khub

  2. very impressive

  3. Very nice gazal Wafa…Bahot khub !! will read again and again.

  4. બહુંજ સુંદર રજુઆત કરી છે

    આંખ સહુ તાક્યા કરે છે બારણા ને બારીએ
    ઓળખાણો પણ સતત કચડાય તારા ગામમાં

  5. very… very.. good…!

    એ ગયો તારું નગર છોડી બયાબાં જંગલે

    તો છતાં પણ એ હજી ચર્ચાય તારા ગામમાં

  6. સુંદર રચના

  7. nice

  8. ખુદાની મ્હેર બસ થઇ જાય તારા ગામમાં!


શ્રેણીઓ