બંધ માર્ગ_રવિન્દ્રનાથ ટાગોર
મેં વિચાર્યું કે મારા પ્રવાસનો અંત આવી ગયો છે
મારી શક્તિની છેલ્લી સીમાએ –મારી સામેનો માર્ગ બંધ થઇ ગયો છે
પુરવાઠાઓ પૂર્ણતાની આરે આવી પહોંચ્યા છે
અને એ સમય આવી પહોંચ્યો છે કે શાંત અસ્પષ્ટતા,માં આશ્રય લઉં
પણ મને સમજાયું કે તારી ઈચ્છા શક્તિને અંત નથી
અને જયારે જીભ પર વૃધ્ધ શબ્દો મૃત્યુ પામે છે
નૂતન લય ની સરવાણી હૈયેથી ફૂટે છે
અને જ્યાં જૂના રાહો લુપ્ત થાય છે
નવા પ્રદેશો એના ચમત્કારની સાથે અવતરે છે
(અંગ્રેજીમાંથી અનુવાદ: વફા)
આપના પ્રતિભાવ