ટર્કીશ કવિ નાઝિમ હિકમત ની વિચાર ધારા
જીવવાને માટે મરવું
એ કેટલું આનંદદાયક છે
મરવા માટે જીવવું
એ કેટલું મૂર્ખતા ભર્યું છે
એકલવાયું જીવો
એક ઊંચા અટૂલા ઉભેલા વૃક્ષની જેમ
અને મળીને જીવો
એક જંગલની જેમ
અમે અપેક્ષાના સહારા પર
ભગ્ન થઇને જિવન એ રીતે વીતાવ્યું
જેવી રીતે તને પ્રેમ કર્યો છે.
(નુસ્ખ્હાએ વફા**ફૈઝ અહમદ ફૈઝ અનુ.વફા)
ભાઈશ્રી ‘વફા’,
(કદાચ ભૂલતો ન હોઉં તો!) કરસનદાસ માણેકના એક કાવ્યની જીવનની ફિલસુફીને સમજાવતી પ્રારંભિક કડીઓ છે : “જીવન શું? મરતાં લગી જીવવું! મરણ શું? જીવતાં લગી કલ્પવું!”. અહીં કૃતિના પ્રારંભમાં જ એ પ્રશ્નોના ઉત્તર મળી જાય છે. કાવ્યપ્રકારનાં અનેક વર્ગીકરણો પૈકીનું એક છે, ‘આત્મલક્ષી અને પરલક્ષી’. અહીં આ બંનેનો સુભગ સમન્વય છે. કૃતિનો આરંભનો મહદ્ અંશ પરલક્ષી અને અંતિમ આત્મલક્ષી, સુંદર – અતિ સુંદર કૃતિ!
ધન્યવાદ,
વલીભાઈ મુસા
By: Valibhai Musa on ઓગસ્ટ 21, 2008
at 1:32 પી એમ(pm)