Posted by: Bagewafa | ઓગસ્ટ 20, 2008

કંટક અમારા ખૂનમાં**મુહમ્મદ અલી’વફા’

કંટક અમારા ખૂનમાં**મુહમ્મદ અલીવફા

 

કંટક અમારા ખૂનમાં ખૂંપાયલો હજી.

આ લાગણીનો તાર પણ ચૂંથાયલો હજી.

 

સર્વે દિશાથી  આવતાં પડઘા બની કિરણ

સૂરજ તમારા તાપનો  ભડકાયલો હજી.

 

દર્દો બનીને કાફલા  પગરવ બધા ગણે

રેતી મહીં  આ પગ જુઓ અટવાયલો હજી.

લીલી નસોમાં સર્પના વિષ  જામતાં ગયાં

આ માનવી માં છે પશુ  સંતાયલો હજી.

 

ફૂલો જુદાં કરતા હતાં  આ બાગથી સતત

માળો ચમન નો  તુજ થકી પીંખાયલો હજી.

 

કાલે હતાં  જે વ્હાલ સોયાં,અળખામણાં થયા

મણકો સબંધોનો  બધો તરડાયલો  હજી.

કઇ રીતનાં આવું વફા  માર વતન  તરફ

 ઘર ભસ્મ , કારોબાર છે લૂંટાયલો હજી.

Advertisements

શ્રેણીઓ