કાલ જે બાઘર હતો આજ એ બે ઘર થયો.
એ મટી ઈશ્વર તમારા હાથમાં પથ્થર થયો.
એ કદી ઊગી ગયો બારણે ને ભીંત પર,
એ પ્રથમ દાદો થયો ને પછી ઈશ્વર થયો.
ચૂભતો એ ફાંસ થઇ આંખમાં મારી કદી
ને કદી સુર્મો બની આંખમાં સહચર થયો.
તું સદા ચીંધી દિયે મુજ તમામ લક્ષણો,
આયનાની જાત થઇ કેટલો બદતર થયો.
ફૂલની કો’વેલ ઉગતી નથી તુજ બાગમાં,
ચાસ આ તારી ધરાનો ‘વફા’ પડતર થયો
આપના પ્રતિભાવ