Posted by: Bagewafa | ઓગસ્ટ 12, 2008

તૂટતો રહ્યો** મુહમ્મદઅલી’વફા

તૂટતો રહ્યો** મુહમ્મદઅલીવફા

 

અહમ કંટકનો રોજ તૂટતો રહ્યો.

જખ્મ ફૂલો નો  સતત ફૂંટતો રહ્યો.

 

બેખબર  માળી શું અહીં કરી શક્યો

આ હવાનો ઝોકો  સુગંધ લૂંટતો રહ્યો.

 

નામની તખ્તી રેતપર ઉગાડી પણ,

કાળનો પંજો ક્રૂળ  એ ભુંસતો રહ્યો.

 

 

કાફલો તો  નિર્ભિક બની સફરમહિ છે,

શ્વાન  ઇર્ષાનો  સતત  ભૂંકતો   રહ્યો

 

 

કેટલી કડવી, સત્ય વાત છે  પ્રિયે,

જોવફા એ પણ સતત  થૂંકતો રહ્યો.  

Advertisements

Responses

  1. “હવે તો આ ઘડપણ માં વિરામ મળશે !
    એ વિચારી ને તુ આઁસુ લુછતો રહ્યો.


શ્રેણીઓ