તાજા ખબર***મુહમ્મદઅલી’વફા’
અશ્રુની ગાગર ફૂટી! તાજા ખબર.
કોઇએ ઇજ્જત લૂંટી! તાજા ખબર.
થઇ ગયું ખંડિત આ ઇશ્વરનું નગર,
મસજિદો એની તૂટી ! તાજા ખબર.
મોજ ત્રિશૂળોને છે આજે જુઓ,
તેગ ને આંખો ફૂટી ! તાજા ખબર.
કોણ સીતા, કોણ મરિયમ, કોણ તું?
ઈજજતો સહુની લૂંટી ! તાજા ખબર
શેખ , બ્રહમન ને કશું પૂછો નહીં,
એમની ગરદન ઝૂકી ! તાજા ખબર
વડ પડેલો કે પડ્યું’તુ વડોદરા,
ગપ તણી આંધી ઊઠી ! તાજા ખબર
દોર રખડે ,દાણા ચો તરફ પડયા,
ધીર તસબીહની ખૂંટી! તાજા ખબર.
તું વફા રંગો પ્રતિ શાનો જુએ,
શ્વેતની શીશી તૂટી ! તાજા ખબર.
” Kon Sita, Kon Mariyam, Kon Too
Izzato Sahunee Lootee ! Taja Khabar”
This couplet of Mohamed Ali Wafa needs universal appreciation because it says lot more than what humanity needs to know-
Siraj Patel “Paguthanvi” UK
By: Siraj Patel "Paguthanvi" on નવેમ્બર 3, 2008
at 8:21 એ એમ (am)
ખબર તાજી પણ માણસનું ચેતાતંત્ર જડ. ખુબ સરસ અભિવ્યકિત.
By: વિજેશ શુકલ on ઓગસ્ટ 23, 2008
at 1:34 એ એમ (am)
good
By: Mukund Desai-"MADAD" on ઓગસ્ટ 16, 2008
at 11:19 એ એમ (am)