નજરો નમાવી લે જરા ****મુહમ્મદઅલી’વફા’
નજરો નમાવી લે જરા પાંપણનો ખયાલ કર.
હૈયા અને આ આંખનાં સગપણનો ખયાલ કર.
આવીશ ના તું આમ ખોલી કેશ ને સખે,
એનું હૃદ ય તો કાચનું દર્પણનો ખયાલ કર.
દરિયો સુગંધો નો કદી ,તો કંઇ યાદની સણક
આવે ભલે જે રીતથી તારણનો ખયાલ કર.
ચૂમી રહ્યાં છે વેલ ફૂલોસૌ ડાળ ને જુઓ,
ઝૂકેલ ડાળીની જરા અડચણનો ખયાલ કર.
તું વિષ ધરી દઇને હવે ના ખૂશી મનાવતો,
જિવન તરફ પણ જો, અને મારણ નો ખયાલ કર.
તારા જ નામે જખ્મ ના સરવાળા થતા ગયા,
કારણ હવે શું આપશે? કારણનો ખયાલ કર.
સૂરજ બનીની આમ તું ધમક્યા ન કર ‘વફા’
આ ચાંદ તારા ની જરા રજકણનો ખયાલ કર.
good
By: Mukund Desai-"MADAD" on ઓગસ્ટ 2, 2008
at 12:30 એ એમ (am)