ફૂલ એના બાગના****મુહમ્મદઅલી’વફા’
નેક મંઝિલને હવે તરતી કરો.
માણસાઈની હવે ભરતી કરો.
એ કબૂતર તો કદી મોંઘું નથી,
પ્રેમની પાંખો બધી ફરતી કરો.
કોણ કાળું? કોણ ગોરું ?જો નહીં,
લાગણીની હોડકી તરતી કરો.
એક અલ્લાહ,એક ઈશ્વર, એક ઇશ,
બંદગીની પાંદડી ખરતી કરો.
ફૂલ એના બાગના પ્યારા બધા,
ખૂશબૂથી મ્હેકતી ધરતી કરો.
હંસલી બેબાકળી થઇ ને ફરે,
પ્યારના મોતી ધરી ચરતી કરો.
નફરત તણી ઊધઈ ને પણ’ વફા’
કબર ખોડીને હવે મરતી કરો
very good. very impresive
By: moh.faruk memon on જુલાઇ 31, 2008
at 1:06 પી એમ(pm)
વાહ ‘વફા’ સાહેબ, વાહ. ખરેખર માણસાઈની ભરતી કરવાની જ આ ઘડી છે. નફરતની ઉધઈને હવે કબરમાંથી પણ કાઢીને મરતી કરો……..! રજૂઆત ગમી.
– જલાલ મસ્તાન ‘જલાલ’
By: prakash jalal on જુલાઇ 30, 2008
at 1:32 પી એમ(pm)