Posted by: Bagewafa | જુલાઇ 24, 2008

કેમ આવે છે સતત _ મુહમ્મદઅલી’વફા’

કેમ આવે છે સતત _ મુહમ્મદઅલીવફા

 

એ કશું બોલ્યાં નહીં  પહેલા ખિતાબ માં,

મૌન અંકિત થઇ ગયું  દિલની કિતાબમાં

 

બાદ બાકી થઇ ગઈ જિવનના  બાગ થી

ક્યાં કશું બાકી હવે રહ્યું હિસાબમાં

 

ફૂલ જેવાં છે ચરણ કંઇ તો વિચાર કર

કેમ આવે છે સતત નિશ દિન ખવાબ માં

 

યાદમાં તારી સમાયો  કૈફ એ સદા

ગાફિલો શોધે જુઓ એને શરાબ માં

 

ખૂશબૂ એણે ભરી આ યાદમાં વફા

વ્યર્થ  તું શોધે હવે એને ગુલાબ માં

 

Advertisements

Responses

  1. fine


શ્રેણીઓ