Posted by: Bagewafa | જુલાઇ 22, 2008

આસ પાસ ___મુહમ્મદઅલી ‘વફા’

 

આસ પાસ ___મુહમ્મદઅલી વફા

 

કોણ આ ચ્હેકી રહ્યું છે આસ પાસ

પૂષ્પ થઇ મ્હેકી રહ્યું છે આસ પાસ

 

યાતનાના તોડી સહુ યે  કાંગરા

સુખ આ ખડકી રહ્યું છે આસ પાસ

 

આ જિવનની શૂષ્ક પગદંડી ઉપર

રંગ કો   ઘૂંટી રહ્યું છે આસ પાસ

 

હું હતો આ સફર મહીં  બસ એકલો

સાથ કો  ભટકી રહ્યું છે આસ પાસ

 

કો વફાઆ નિબિડ કટૂ અંધકારમાં

રોશની અર્પી રહ્યું છે આસ પાસ

Advertisements

Responses

  1. nice


શ્રેણીઓ