Posted by: Bagewafa | જુલાઇ 17, 2008

નયન ને બોલવા દેજો__ મુહમ્મદઅલી’વફા’

  

નયન ને બોલવા દેજો__ મુહમ્મદઅલીવફા

 

 

કરીને  બંધ હોઠોને   કવન ને બોલવા દેજો

ખુલાસાની જરૂરત શી  નયન ને બોલવા દેજો

 

ભલા એની પ્રસિધ્ધીની કદી કયાં છે  જરૂરત પણ

કળી ને બોલવા દેજો   ચમન ને બોલવા દેજો

 

અને એતો જશે મહેકી  મહક એની  સખાવત છે

અતર ને બોલવા દેજો    સુમન ને બોલવા દેજો

 

બની આક્રોશ એ ઝરશે  રગેરગથી   અમારી એ

જબાં રે’શે અમારી બંધ   જખમ ને બોલવા દેજો

 

ઉડોછો કેટલું ઊંચુંનિરખશે આંખ ને દ્રષ્ટિ

તમે આકાશ ભેદીને ઉડન ને બોલવા દેજો

 

વફા આ ખૂન રેડાયું  પસીનો જ્યાં તમે માંગ્યો

રહે ખામોશ  જો શબ્દો    વતન ને બોલવા દેજો

Advertisements

Responses

  1. સહુથી પહેલાં તો,જનાબ શાયરનેં સુંદર કાફિયા માટે અભિનંદન,
    અને એથી ય બમણી બધાઈ એ કફિયાને બ-ખૂબી નિભાવવા બદલ .

  2. superb kavita.
    i am not frequenter to poems or novels but a very good poem ( sunder kavya rachna) read after a lot of time. well after 8 – 10 years.
    just remember that night when Anandjibhai was singing poems of Anandmuni at Bandhu triputi ashram at tithal.

  3. સુંદર રચના

  4. ‘તમે બાંધો ન એને કોઇ સીમા માં કે સરહદ માં’
    ‘કરી આઝાદ પંખી ને ગગન ને બોલવા દેજો’


શ્રેણીઓ