Posted by: Bagewafa | જુલાઇ 11, 2008

સૂરજની આણ છે___ મુહમ્મ્દઅલી’વફા’

 

સૂરજની  આણ છે___ મુહમ્મ્દઅલીવફા

 

રાતે કમર દિવસે રહી સૂરજની  આણ છે.

ને આપણા દીવે હવે ધીરજની તાણ છે.

 

રોપ્યા વગર તો એ કદી  ઊગી નહીં શકે

ઢગલે ખળીઓના જુઓ બીજોનાં પ્રાણ છે

 

ખૂને જિગરની હોડમાં તરતું એ થઇ જશે

ચીરી જરા હૈયું જુઓ હિમંતની ખાણ છે.

 

શીખી ગયા એ પણ રસમ આ જાનવરો તણી

એવા પુરાયા  ઘરમહીં જાણે ગમાણ છે.

 

તાકી શકીશ હવે  કદી તારા નિશાન ને

દિલનો શિકારી જોઇએં શબ્દો ના બાણ છે

 

કમર= ચંદ્ર્

Advertisements

શ્રેણીઓ