સ્મિત મઢાવી લે_ મુહમ્મદ અલી .વફા.
હોઠ પર થોડું હવે સ્મિત મઢાવી લે
આંખમાં રંગો તણા પરદા ચઢાવી લે
આપવો જો હોય કો ધોકો કદી મુજને
જૂઠના ચહેરા ઉપર નકશી કરાવી લે
ક્લ્પનાનાં દેશમાં તો ક્યાં સુધી ફરવું
કોઇ દિ ઓ યાર તું ઘુંઘટ હટાવી લે
આજ મારા હું કરી લઉં છું ગુના કબુલ
તું હવે તારી રહમથી બસ બચાવી લે
તું સમંદર છે અસીમ વિશાળ ને અનંત
એક હું ટીપું સમો મુજને સમાવી લે.
તું ‘વફા’ વર્ષો સુધી શોધી શકીશ નહીં
પ્રેમનો દીપક જરા હળવે જલાવી લે
આપના પ્રતિભાવ