Posted by: Bagewafa | જૂન 21, 2008

હરણ દોડી ગયું__મુહમ્મદઅલી’વફા’

હરણ દોડી ગયું__મુહમ્મદઅલીવફા

 

 

દૂરના ડુંગર નિહાળીને ચરણ દોડી ગયું.

ઝાંઝવાને  નીર સમજીને  હરણ દોડી ગયું.

 

બંધ દરવાજે  સુતેલી  છે નિરાશા ની ઘટા

આશની  બારી ખુલી ને બસ કિરણ દોડી ગયું.

 

કેમ સુક્કી ભટ કરી લીધી તમે  દિલની  ધરા

ઉપવનો  વેરાન આ બનતાંજ રણ દોડી ગયું.

 

ડૂબવા કશ્તી પણ પહોંચી હતી મઝધારમાં

લાગણીનું એક આવીને તરણ દોડી ગયું.

 

હાથ લાંબા થઇ ગયા જયારે અહીં સૌના બધા

જાળ પોતાના કરે લઇ ને  મરણ દોડી ગયું. 

 

કોઇ કોશિશ ક્યાં હતી બચવા વફા મારી અહીં

પણ ખુદાની મહેરથી એનું શરણ દોડી ગયું.

Advertisements

Responses

  1. બધા જ શેર સુંદર થયા છે..! મઝા આવી ગઈ.


શ્રેણીઓ