દ્રષ્ટિ જે તરફ પડી__મુહમ્મદઅલી’વફા’
એણે આંગળી મને સહેજે ધરી નહીં
એની નજર પણ નજર થકી હટી નહીં
ચારો તરફ કાતરો ફર્યા કરી સદા
એની ચમન વેલ વધી કદી નહીં
કઇ રીત કરવો વિસ્વાસ હોઠનો
આંખે સ્મિતની કળી કદી ખિલી નહીં
ઈંતેઝારનો અજીબ રંગ એ હતો,
દ્રષ્ટિ જે તરફ પડી પરત ફરી નહીં
શાયદ મયકદા હવે સમેટવી પડે,
તૃષા કોઇ આંખમાં’ વફા’ જડી નહીં.
good
By: Mukund ''MADAD'' on જૂન 11, 2008
at 2:08 પી એમ(pm)