અર્થ પોલાં મૌનમાં__મુહમ્મદઅલી ‘વફા’
શબ્દને પણ આંધળો બહેરો કરો
અર્થ પોલાં મૌનમાં ડૂસકાં ભરો
સત્યનાં સૌ દ્વારને બંધ કરો,
જૂઠની ખાંભી તળે કાંધો ધરો.
હોઠને ચાલો લગાવો આંકડી
સ્મિતનાં આ બાગમાં અગ્નિ ભરો.
દો વદી દિલને રડે છાનાં ઘરે
આંસુઓને લાવતાં થોડા ડરો
આંખ પણ ના કાઢશો જૂઠા ભણી,
જોઇ લો જાલિમ હકુમતોનો છરો.
દ્રોહ છે બહુધા અમારા વ્યાજબી,
લો અમારા જૂઠનો ચારો ચરો.
પાપનો પથ્થર ગળે બાંધો ‘વફા’
જાવ વૈતરણી તરફ જઇને તરો.
સુંદર બ્લોગ આનદ થયો.
કમલેશકુમાર બી. ચૌહાણ
http://kamleshkumar.wordpress.com
By: kamleshkumar on જૂન 5, 2008
at 8:08 એ એમ (am)