Posted by: Bagewafa | મે 25, 2008

કેટલાંક મુકતકો__મુહમ્મદઅલી’વફા’

કેટલાંક મુકતકો__મુહમ્મદઅલીવફા

 

1

બદલું છું

 

કદી હું દેશ બદલું છું કદી હું ગામ બદલું છું

કદી હું વેશ બદલું છું કદી હું નામ બદલું છું

 

કદી કોરૂપમાં શોધી નહીઁ શકશો તમે મુજ્ને

કદી હું મયને બદલું છું  કદી હું જામ બદલું છું

 

2

 

કે શું?

 

જળમાંય કોતરે છે કે શું?

ખુદનેજ છેતરે છે કે શું?

 

તુજમાં મઢાયલો છું હું પણ

મુજનેજ વેતરે છે કે  શું?

 

3

 રાખો

છાના માના કેમ રડોછો  આંખો ને  સાથે રાખો

મનમા મનમા કેમ હસોછો  હોઠો ને પાસે રાખો.

 

સપના ના આકાશ મહીથી  તમને શું મળશે નક્કર

કલ્પનામા આમ કયાં  ઉડોછો પાંખો ને હાથે રાખો.

4

 કદી

 

ખૂશી બધી યે વાત પર હોતી નથી  કદી.

રેખા બધી કંઈ  હાથ પર હોતી નથી  કદી.

 

તકદીરની ચાવી મળે  મ્હેનત  ઝરૂખા પર

વૈભવ તણા આ ઘાટ પર હોતી નથી   કદી.

5

 બૂઝાય જા,

 

તું ચમકતો રહે કે પછી બૂઝાય જા,

આકાશ ના કેશો મહીં સંતાય જા.

 

તે રાત આવે ને  જિકર   તારો   થશે,

તું આવ ને ઓ ચાંદ  દિલે ધર્બાય જા.

 

6

કિતાબ લેવાદે.

 

નવેસરથી લખી લઇશું નવીન કિતાબ લેવાદે.

જરા જૂની મહોબ્બતનો કઇંક હિસાબ લેવાદે.

 

અમે ગણતા નથી કંટક  ઉગેલાને સતત પાપી,

ચમનમાં ફૂલ કળિયોનો કદીક  જવાબ લેવાદે

 


Responses

  1. good


શ્રેણીઓ

%d bloggers like this: