Posted by: Bagewafa | મે 22, 2008

હોય જો ઈચ્છા જલનની__ મુહમ્મદઅલી વફા

હોય જો ઈચ્છા જલનની__ મુહમ્મદઅલી વફા

 

 

કેટલા કંઇ માસુમો આ રોજના રહેંસાય છે.
તો પછી આ લોક શાને માંસ મુર્ગી ખાય છે.

શ્રેષ્ઠ સર્જન પણ ખુદાનું કેટલું પીંખાય છે
ને લઘૂ સર્જન અહીંયા કેટલા પૂંજાય છે.

હોય જો ઈચ્છા જલનની દોર થઇને બળો,
ખાક થઇ જાશે છતાં વળ કયાં વિખરાય છે.

રાહ છે દ્રિ માર્ગ આ સર્જન વિસર્જનની ક્રિયા,
કોઇ રડતું આવતું , કોઈ રડાવી જાય છે.

ખોલશો ના કેશને દો કંઇ વિસામો ચાંદને
ઘૂંઘટ તણી આડશ મહીં ચાંદની શરમાય છે.

ફૂલ તો લટકી રહે આ ડાળકીની ઓઠમાં
મ્હેકની જોને હવા આ પાલખી થૈ જાય છે.

તું વફા શાને પરોજણ વેદનાની આ કરે
દર્દનાં જાળાં બધાં આંખો મહીં ગુંથાય છે.


Responses

  1. FROM TOP TO BOTTOM VERY CREATIVE.

  2. good

  3. nice gazal..enjoyed

    ફૂલ તો લટકી રહે આ ડાળકીની ઓઠમાં
    મ્હેકની જોને હવા આ પાલખી થૈ જાય છે.

    like this very much


શ્રેણીઓ