Posted by: Bagewafa | મે 21, 2008

શબ્દોમાં_મોહંમદઅલી’વફા’

શબ્દોમાં_મોહંમદઅલીવફા

જુઓ સાકી મને આપે હવે શરાબ શબ્દોમાં.
અને દોસ્તો પણ ધરીદે કદી ગુલાબ શબ્દોમાં.

કદી તો આંખ કે દિલ થી બધા સંદેશ મળતા ‘તા
થયું આશું હવે આપે સનમ જવાબ શબ્દોમાં.

વહી ગઇ રેત સૌ હૈયા થકી પ્રેમાળ સાગરની
ગયા ચિપકી અમારા પણ ઘણાં ખિતાબ શબ્દોમાં.

હવે બાકી અહીં રહ્યો બધો ચળકાટ કંઇ બોદો
કહો ક્યાં શોધવો જઇ મખમલી હિજાબ શબ્દોમાં.

હૃદયમાં લાગણી ના તાર પણ ઝણ ઝણ નથી થાતા
લખી લીધી અમે હૈયા તણી કિતાબ શબ્દોમાં.

થતું તું મૌનના ઓઠે કદી શબ્દો તણું ચણતર
વફા આ હોઠ પણ શોધે બધા હિસાબ શબ્દોમાં.

Advertisements

શ્રેણીઓ