Posted by: Bagewafa | મે 12, 2008

વેદના ક્યાંથી મળી_મોહમ્મદઅલી વફા

વેદના ક્યાંથી મળી_મોહમ્મદઅલી વફા

 

એતો કહો આ કથાની કલ્પના ક્યાંથી મળી.
ઘટના વિહિન જિંદગીને વારતા કયાંથી મળી.

થીજી ગયેલા સમયના આ બરફને ચોસલે,
ધગ ધગ થતી લાગણીની ઉષ્ણતા કયાંથી મળી.

શાને ઉછળતો સમુંદર આજ એ પડ્યો કૂણો,
લાવૅ ઉકળતા દરદ ને સ્થિરતા કયાંથી મળી.

તારી જબાન પર ઊગે જૂઠનાં જાળાં બધાં
તારા નયનને વિચળ ચંચળતા કયાંથી મળી,

ઉપદેશનાં મણકા લઇ ગણતો રહે છે રાત દિન,
સત્યો વિહિન જિવન મંહી સંતતા કયાંથી મળી

એ યાતના ની દરારો માં વફા સડતી રહી
આવી હવે પૂછશો નહીં વેદના ક્યાંથી મળી.


Responses

  1. ધગધગ થતી લાગણી ની ઉષ્ણતા ક્યાંથી મળી.
    સલામ,વફા સાહેબ ખુબ સુંદર, હું કહીશ કે….
    “ને હજી પણ આ6ખ ને છે પુત્રનો આ ઇંતેજાર,
    ‘ઓ બુઢાપા ! તુજને આખિર આ ધૈર્યતા ક્યાં થી મળી?

  2. Good


શ્રેણીઓ

%d bloggers like this: