ભીંજાઇ જા_મુહમ્મદઅલી વફા
પાત્રો નહીં નાટક બનીને તું હવે ભજવાઇ જા.
ઉજવે તને શું લોક ,તું ખુદ હવે ઉજવાઇ જા.
જઇ ને ચઢી ડુંગર ઉપર કો’ટેકરે ફેલાઇ જા.
તારી ધજા તું ખુદ બની જા ને પછી ફરકાઇજા.
જોને પડી ગઇ છે હવે આદત ખુશામદ ની તને,
તસ્વીર થઇ લટકાય જા,ભીંતો ઉપર ટિંગાઇ જા.
તૂટી રહી છે પ્રેમની નાજુક ઇમારત આ જગે,
માતમ કરીલે આજ તું અશ્રુ બની ડોકાઇ જા.
તું કયાં સુધી પાલવ બચાવીને વફા ફરશે અહીં,
આ વરસતા જળ વાદળે જા ને કદી ભીંજાઇ જા.
saras…..khub sundar…
By: nilam doshi on મે 23, 2008
at 9:29 એ એમ (am)
‘લેતી ભલે આ જીંદગી,તારી કસોટીઓ છ્તાં,
જગની ખુશીઓ ને સમેટી આજ તું હરખાઈ જા.
By: RAZIA MIRZA on મે 14, 2008
at 4:10 એ એમ (am)
nice
By: Mukund ''MADAD'' on મે 13, 2008
at 3:40 પી એમ(pm)