Posted by: Bagewafa | મે 3, 2008

રેડાયલું રહ્યું _ મોહમ્મદઅલી વફા

રેડાયલું રહ્યું_  મોહમ્મદઅલી વફા

 

 

 

 નીચે કદી તો ઉપર એ વ્હેંચાયલું રહ્યું.

આ દિલ સદા ઇચ્છા ઘરે બંધાયલું રહ્યું.

 

 

ભૂલી ગયા એને જુઓ તકબીર એની કહી,

આ મન અતલ ઉંડાણમાં  ધર્બાયલું રહ્યું.

 

આંખો કરીને બંધ એને જોઇ મેં લીધું

સ્વપ્નો તણી  જે પાંપણે ઢંકાયલું રહ્યું

.

 

એકેક ટીપું જળ તણું પણ સાચવી લીધું,

આ ખૂન કેવું  વ્યર્થ કે,  રેડાયલું  રહ્યું

 

ભૂલી જવાની  કોઇ પણ તદબીર ના ચાલી,

આ દર્દ પણ કાંટો બની    ચૂંભાયલું રહ્યું.

 

નજરો કરો નીચી ભલે, નિરખો ભલે વાંકુ,

માહ્યલું તો  અંદરે      ચૂથાયેલું રહ્યું.

 

 

એકે કળી આ બાગમાં  વિકસી નહીં શકી,

આખું ચમન હરદમ વફા લૂંટાયલું રહ્યું.

 


Responses

  1. vaah khub saras

  2. Nice

  3. વાહ ! શું જીંદગી ની અસલીયત લઈ ને આવ્યા છો વફા સાહેબ!

  4. Good

  5. એકેક ટીપું જળ તણું પણ સાચવી લીધું,

    આ ખૂન કેવું વ્યર્થ કે, રેડાયલું રહ્યું

    sunadar she’r.


શ્રેણીઓ

%d bloggers like this: