દિલદારની ઝલક_મોહમ્મદઅલી વફા
ફૂલમાં સરકી રહી છે યારની ઝલક.
રંગમાં ડૂબી ગઈ છે પ્યારની ઝલક.
સ્વાસમાં ઉતરી ગયો સાગર મહેકતર,
જામમાં હર પ્યાસમાં દિલદારની ઝલક.
તૂર ની એ ટેકરીએ ગુમ થયા હોશ,
ના જુઓ માણી મુસાએ , યારની ઝલક.
જંગલે ફરતો હતો હૈયા સમીપ લઇ,
કૈસના હૈયે હતી તે તારની ઝલક.
વાત હક બોલી જુઓ જલ્લાદના સામે
ને વફા મળશે તને પણ દારની ઝલક
દાર=ફાસી
કૈસ=મજનુ
મુસા=બની ઈસ્રાઈલના નબી,પયગંબર
આપના પ્રતિભાવ