દ્રષ્ટિ ફરી ગઇ
દ્રશ્યો ફરી ગયાં અને દ્રષ્ટિ ફરી ગઇ,
બે ચાર ફટકિયાં સમી ઇજ્ઝત મળી ગઇ,
નાજુક હતી એ ડાળકી ઉચકે વજન ક્યાં
બેઠી હજી બહાર ત્યાં કળિયો ખરી ગઇ,
તારા તરફ કયાં હતી મારી નજર જરા
તારી નજર મુજ પર જરા પડતાં ઢળી ગઇ.
કેવી ઢળાવ ની સરળતાઓ મળી જુઓ
સરિતા પહાડ ચીરતી ખળ ખળ વહી ગઇ.
અંતિમ મુકામ સ્વાસનો શાયદ વફા હશે,
નજરો બિમારની જુઓ આભે ઢસી ગઇ,
_ મોહમ્મદઅલી વફા
Vah ! Kahena Pade !
By: Mukund on એપ્રિલ 8, 2008
at 3:50 એ એમ (am)