બોદા બધા સિક્કા તણો
બોદા બધા સિક્કા તણો રણકાર થઇ ગયો.
ને કાગઝી પૂષ્પો સમો શણગાર થઇ ગયો
ખુદ્દાર જિવ આ કેટલો લાચાર થઇ ગયો,
દાદો કવિતરે ભીખવા તૈયાર થઇ ગયો,
ઉતરે સમજમાં કોઇને ક્યાં એક પણ મિસરો,
એ વાહ વાહે તૂટતો અવતાર થઇ ગયો .
તે કોકિલાને કોઇ સાંભરતું નથી હવે,
સહુ છાપરે કૌઆ નો હાહાકાર થઇ ગયો.
કો’ અસલિયત નો રંગ પણ ખપતો નથી હવે,
કૃતિમ ચહેરાનો બધે વ્યપાર થઇ ગયો.
એની તરસ બે ચાર બુંદો જેટલી હશે,
ભમરો ગુલોને ચુંઠવા બેઝાર થઇ ગયો.
એતો શિકારી છે હવે નિર્બળ અભાગ નો
આ માનવીયે કેટલો ખુંખાર થઇ ગયો,
ખોલ પરછાઇ તણું પહેરીને ઉભાં તમે ,
આ ભર બપોરે રાતનો અંધાર થઇ ગયો.
રાખી બધી વાતો છુપી દિલ કોટડે તમે,
ને આંખની બારી થકી ઇઝહાર થઇ ગયો.
_મોહમ્મદઅલી વફા
આપના પ્રતિભાવ