Posted by: Bagewafa | માર્ચ 24, 2008

ગઝલ:આસમાં ઓળખે છે_ મુહમ્મદઅલી વફા

 

nishaa.jpg 


આસમાં ઓળખે છે–મુહમ્મદઅલી વફા

ચમન છું મને બાગબાં ઓળખે છે.
વહેતી અહીંથી હવા ઓળખે છે,

દરદથી અમારો પરિચય પુરાનો
તબિબ ઓળખે ને દવા ઓળખે છે.

જરા ઠેસ લાગે અને એ ઘવાતું,
હૃદય વેદના એ કયાં ઓળખે છે.?

અને એ રડી લે ઝુકાવીને માથું,
નયનતો હૃદયની જબાં ઓળખે છે.

અમારી દુઆના સળગતા તિખારા,
સદાએ બુલંદ આસમાં ઓળખે છે.

પ્રથમ એ બળે છે નિશાના શહરમાં,
બળે સંગ પતંગા શમાં ઓળખે છે.

વફા ઓળખી તુય ખુદને ન શક્યો,
તને દોસ્ત દુશ્મન બધા ઓળખે છે.


શ્રેણીઓ

%d bloggers like this: