ખંડેરોના સાગરોથી
વાદળોની પાંખ પર આખો સમુંદર તરે.
ને હવા આ બાગની આખી ફસલ લઇને ફરે.
આવસંતી ગીતતો ઘૂવડ તણાં કાને નડે,
કોકિલા તો પાનખરના યૌવનો પર રડે.
ફૂલની તો ખેવના ઝાકળના હૈયે વસી,
રાતનો ખોબો ભરી એ પાંદડીએ ખરે..
કંટકોની માવજત આખર સુધી ત્યાં રહી,
ફૂલ તૂટ્યાં ડાળ તૂટી બાગનાં આંસુ સરે.
મીણબત્તી ને જલાવી હું’જ’પોતે બળું,
ને સમય મારી ઉમરનાં ગુમ પયાલાં ભરે,
ચાલ તારાં હોડકા એમાં વફા પધરાવ તું ,
ખંડેરોના સાગરોથી તું હવે શાનો ડરે?
_મોહમ્મદઅલી વફા
Vaah! Kya Kahena!
By: Mukund on માર્ચ 16, 2008
at 12:02 પી એમ(pm)