Posted by: Bagewafa | ફેબ્રુવારી 29, 2008

ગઝલ :ભડકે બળેછે રોમ_મોહમ્મદઅલી વફા

ભડકે બળેછે રોમ_મોહમ્મદઅલી વફા

bhadkebare.jpg

ભડકે બળેછે રોમ ને જોયા કરે,
નીરો સમયની વાંસળી ખોયા કરે.

ડાઘો હશે, કંઇ કેટલા પત્તી ઉપર,
ઝાકળ બિચારાં ફૂલને ધોયા કરે.

ના લુંછતું આંખો જુઓ સાગર તણી,
વાદળ બની વર્ષો થયાં રોયા કરે.

ક્યાં ફૂલ શોધો છો હ્રદયનાં બાગમાં,
માળી વતનનાં કંટકો બોયા કરે.

મોતી બધાં તો મરજીવો શોધે વફા,
સાગર તટે સૌ છીપને જોયા કરે

(29ફેબ્રુ.2008)


Responses

  1. Saras Gazal !

  2. મોતી બધાં તો મરજીવો શોધે વફા,
    સાગર તટે સૌ છીપને જોયા કરે

    i like this she’r


શ્રેણીઓ

%d bloggers like this: