Posted by: Bagewafa | ફેબ્રુવારી 4, 2008

આયખાનો તાર સળવળે_મોહંમ્મદઅલી’વફા’

dungar.jpg 

આયખાનો તાર સળવળે

 

વીતેલ ક્ષણોનો બધોયે ભાર સળવળે.
તૂટી રહેલા આયખાનો તાર સળવળે.

બોદો બની એ અંતમા હળવો થશે જરા,
ફૂલો ,કફન, કાફૂરનો શણગાર સળવળે.

કૂદી પડી આ એષણા ની માછલી બધી,
બેઠી કિનારે મોતની તે જાળ સળવળે.

બદનામ જે જાતે હતો તે તો રહી ગયો,
આવી સપનનાં બાગમાં તે ખાર સળવળે.

ડુંગર તણું કપરું ચઢાણ પાષાણની રમત
સાંપો તણી આ ચાલ થી સૌ ઢાળ સળવળે.

એ તો કદી છલકી ઉઠે સૂકાય પણ કદી,
ઝરણા મહી દર્દો ભરી પાર સળવળે.

એક્યાં ‘વફા’ બેસી રહે કો, મૌનના કાંઠે
શબ્દો તણો ઘોંઘાટ લઇ સો વાર સળવળે

કાફૂર=કપૂર


શ્રેણીઓ

%d bloggers like this: