Posted by: Bagewafa | ફેબ્રુવારી 2, 2008

એક દર્દની જાગીરને_ મોહંમ્મદઅલી’વફા

jhanjhvac.jpg 

એક દર્દની જાગીરને

ઝાંઝવાના નીર ને પણ પી ગયો છું હું.
એની નઝરનાં તીર ને પણપી ગયો છું હું.

જંગલે એકાંતના સ્વાસી કદી હું લઉં
આ શહરની ભીડને ને પણ પી ગયો છું હું.

મયકદામાં હુંકદી પગ પણ નહીં ,મુકું
હોશની કો’ચીજને પણ પી ગયો છું હું.

સુખ તણા ખોટા તમાશા પણ વફા કર્યા,
એક દર્દની જાગીરને પણ પી ગયો છું હું.

સંઘર્ષમાં રાચી રહ્યો હરદમ વફા હું તો
જુલમની સમશીરનેયે પી ગયો છું હું

Advertisements

શ્રેણીઓ