Posted by: Bagewafa | જાન્યુઆરી 31, 2008

તે રાત્રિની ચાદર _મોહમ્મદઅલી’વફા’

khartotaro.jpg 

તે રાત્રિની ચાદર

તારાઓ પાંસે આ તિમિર તૂટે એ બળ નથી.
સૂરજની પાંસે કોઇ અંધારાનો હલ નથી

પૂષ્પો તો ખીલે હર વસંતોમાં લઇને મહેક,
બદબૂના ખડકો તોડવાની એની કળ નથી.

મારી આ આંખોમાં હવે કિરણ બનીને જો,
તારા મિલનો થી હવે દિલ તરબતર નથી

તે રાત્રિની ચાદર ઉપાડીને ખરી ગયો,
એ તારાના મુકદ્દરમાં કોઈ સહર નથી.

એને ઉજવી ને હું ‘વફા’ ક્યાંથી ખૂશી લઉં,
વરસો વહ્યાં જે કંઇ સંઘરવાની કદર નથી

Advertisements

શ્રેણીઓ