Posted by: Bagewafa | જાન્યુઆરી 27, 2008

જરૂરત_મોહમ્મદઅલી’વફા’

stone.jpg 

જરૂરત 

રસ્તે રઝળતાને રહી ઘરની જરૂરત.
ઘરને રહી માથાં અને ધડની જરૂરત.

ઉંચી થઇ છે ખૂબ ડાળીઓ ઝાડની
એને કહી દે કોઇ, છે ફળની જરૂરત.

આ શબ્દનાં સહુ તાજિયા નાકામ છે અહિ
આ કરબલા હકની વદે, સરની જરૂરત.

એકાંતના જંગલ મહીં એનો નિવાસ છે
ક્યાં છે હવે તે કૈસને ઘરની જરૂરત .

લાવી ‘વફા’ દે કોઇ આ દર્દો તણી દવા,
રહેશે નહીં તો કોઇ પથ્થર ની જરૂરત.

કૈસ=મજનુ

(27જાન્યુ.2008)

Advertisements

શ્રેણીઓ