Posted by: Bagewafa | જાન્યુઆરી 20, 2008

ગઝલ : બુલબુલ જરા ઘોંઘાટ છે_ મોહમ્મદઅલી’વફા’

        

બુલબુલ જરા ઘોંઘાટ છે_ મોહમ્મદઅલી’વફા’

    

કેટલો ભૉળો જુઓ એહસાસ છે.

ફૂલનો ભમરા ઉપર વિશ્વાસ છે.

 આશના કિરણ સમ છે તે આગિયો

 તારલો ઉમ્મીદનો નાશાદ છે.  

કોઇ પણ સાજો વગર ટહુકો તમે

 કોયલ કને તો ફકત આવાજ છે.

નામ જોઈએ જરા મશ્હૂર બસ

 એ વગર બુલબુલ જરા ઘોંઘાટ છે. 

બેઉનાં હોઠો હવે તો બંધ છે, 

કોણ પૂછે કોણ ત્યાં નારાજ છે. 

કેશ સ્વપ્નો નાં જરા ખોલી જુઓ, 

કેટલાં ફૂલે જડેલી લાશ છે.   

રાતની બારી થકી ઘૂસી ગયો

ચાંદ આ કેવો ‘વફા’બદમાશ છે.

(20જાન્યુ.2008)

Advertisements

Responses

  1. કેશ સ્વપ્નો નાં જરા ખોલી જુઓ,
    કેટલાં ફૂલે જડેલી લાશ છે.

    saras sher .

  2. બેઉનાં હોઠો હવે તો બંધ છે,
    કોણ પૂછે કોણ ત્યાં નારાજ છે

    Nice one.


શ્રેણીઓ