હિસાબોમાં_મોહમ્મદઅલી’વફા’
તરી પણ એ ગયા, ડૂબી ગયા જે પણ શરાબો માં
કિનારાના તમાશાબીન ગણાયા છે ખરાબો માં.
સતત લાચાર આંખોથી ચણી છે મૌનની ઈંટો,
ગયા થીજી બધા શબ્દો હવે દિલની કિતાબો માં
ગયા મુફલિસ વધું જીવી, બધા અંદાઝ જુઠલાવી,
તબીબો તો વદી ઉઠ્યા કરીભૂલો હિસાબો માં.
હવે હું એમને જઇને મનાવું પણ કઇ રીતે?
ગયાં છે એ હવે રૂઠી સફેદીનાં લિબાસો માં .
અમે તે બાગમાં જઇને નજાણે શું વફા વાવ્યું
ઉગેછે રોજ કાંટાઓ ફસલના નિત જવાબોમાં.
(15જાન્યુ..2008)
સુંદર ગઝલ… મજાની અભિવ્યક્તિ…
By: વિવેક ટેલર on જાન્યુઆરી 18, 2008
at 12:27 એ એમ (am)
વાહ !
બહોત ખૂબ જનાબ!
ગઝલ નાં દરેક પાસાને નિભાવ્યા છે તમેં!
By: ડૉ.મહેશ રાવલ on જાન્યુઆરી 17, 2008
at 7:57 પી એમ(pm)