Posted by: Bagewafa | જાન્યુઆરી 13, 2008

ગઝલ :ઉઠાવી લે!_ મુહમ્મદઅલી વફા

unseen.jpg   

ઉઠાવી લે!_ મુહમ્મદઅલી વફા  

તારી બનાવટનો હવે પહેરો ઉઠાવી લે.
મ્હોરું મઢેલો જૂઠનો ચહેરો ઉઠાવી લે.  

આંખો થકી દરિયો હવે ખારો ઉઠાવી લે,
દિલના ચમનથી સાંપનો ભારો ઉઠાવી લે.  

આ વિશ્વના બાઝારથી જુલ્મો ઉઠાવી લે.
આ મોતના વ્યપારનો અડ્ડો ઉઠાવી લે.  

આ આંસુ ના દરિયામહીં કશ્તી તરે કોની?
મુફલીસના હૈયા થકી ખોફો ઉઠાવી લે.  

આ ચાલવા ની સતત છૂટે છે કયાં આદત ?
મંઝિલ ઉઠાવી લે અને રસ્તો ઉઠાવી લે.  

નહીંતો ગઝલ એ પ્રેમની ક્યામત સુધી ગાશે
દિલ પણ ઉઠાવી લે ,અને દરદો ઉઠાવી લે.  

ઇંન્સાનિયતની કાંધ પર છે ખૂનના સાગર,
ખોટો ધરમનો તું હવે ઝઘડો ઉઠાવી લે.  

પહોંચી જશે આ વારતા રંગો નઝમ ના લઇ,
મત્લો ઉઠાવી લે અને મક્તો ઉઠાવી લે.  

નિરખી લઉં હું પણ વફા તારો ખુદાઈ રંગ ,
તું પણ કદી આ ગેબનો પરદો ઉઠાવી લે  

Advertisements

Responses

  1. વફાસાહેબ,
    સુંદર ગઝલ…
    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  2. Dear Wafabhai,

    You have a great style of writing. In the present gazal, the four lines I liked as really elegant are these ones,

    આ ચાલવા ની સતત છૂટે છે કયાં આદત ?
    મંઝિલ ઉઠાવી લે અને રસ્તો ઉઠાવી લે.

    નહીંતો ગઝલ એ પ્રેમની ક્યામત સુધી ગાશે
    દિલ પણ ઉઠાવી લે ,અને દરદો ઉઠાવી લે.

    You have an excellent way to describe human emotions! With best wishes for many more such gems of poetry,

    Dinesh O. Shah, Ph.D.


શ્રેણીઓ